અહમદ પટેલ કિંગમેકર રહ્યા છે. તેમની રાજકીય કુનેહના કારણે જ તે સોનિયાના રાજકીય સલાહકાર બન્યા. પણ સ્થિતિ એવી થઈ કે તેમને ખુદને જ રાજ્યસભાની બેઠક જીતવાનું અઘરું બન્યું. તેમને ધારાસભ્યોને ફોન કરવા પડયા.ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમને ગેરમાર્ગે દોર્યા, તેથી ગુજરાતમાં કોંગ્રેસ સંકટગ્રસ્ત બની. વળી, અહમદભાઈના વફાદાર ગણાતા- ગૌરવ પંડ્યા, નીશિથ વ્યાસ અને રોહન ગુપ્તા જનસમર્થન વિનાના નેતા છે.