ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા મંગળવારે રાતના સમયે જખૌના મધદરિયે આઇએમબીએલ ( ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન) પરથી એક પાકિસ્તાની ફીસીંગ બોટને ઝડપીને તેમાંથી રૂપિયા ૨૦૦ કરોડની કિેંમતનું ૪૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. જે અંગે કરાચીમાં રહેતા છ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમૃતસરની જેલમાંથી ભારતના ડ્રગ્સ માફિયાએ પાકિસ્તાનના અબ્દુલ્લા નામના ડ્રગ્સ ડીલરે આ ડ્રગ્સ ભારત મોકલ્યું હતું. આ દરમિયાન એટીએસની એક ટીમ દ્વારા આ ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા બે વ્યક્તિઓને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. જે અંગે કોસ્ટ ગાર્ડની ઇન્વેસ્ટીગેશન વિંગ અને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.