દેશમાં શનિવારે એક જ દિવસમાં ત્રણ રાજ્યોમાંથી કુલ રૂ. ૨૧૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ગુજરાતમાં એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ બંદરેથી રૂ. ૩૫૦ કરોડનું ૫૦ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું અને ૬ પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી જ્યારે કેરળના કોચ્ચીમાં એનસીબી તથા ભારતીય નૌકાદળના સંયુક્ત ઓપરેશનમાં રૂ. ૧૨૦૦ કરોડનું ૨૦૦ કિલો હેરોઈન જપ્ત કરાયું છે. આ સાથે માછલી પકડવાનું એક ઈરાની જહાજ પણ જપ્ત કરાયું છે તેમજ છ ઈરાનીઓની ધરપકડ કરી છે. બીજીબાજુ ડીઆરઆઈએ મુંબઈ ન્હાવા શેવા બંદરે કન્ટેનરમાંથી રૂ.૫૦૨ કરોડ રૂપિયાની કિંમતનું ૫૦ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું કોકેન જપ્ત કર્યું હતું.