દિલ્હી અને અમદાવાદના એરપોર્ટ પરથી કોકેઈનનો મોટો જથ્થો જપ્ત કરાયો છે જેની કુલ કિંમત ૭૦ કરોડ જેટલી થાય છે. દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વ્હીસ્કીની બોટલોમાં ૩૮ કરોડ રૂપિયાના કોકેઇનની દાણચોરી કરવા બદલ કેન્યાની મહિલાની ધરપકડ કરવામાં આવી છેે. બીજી બાજુ અમદાવાદના એરપોર્ટ પરથી ૩૨ કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલનો નાગરિક ઝડપાયો છે.