સમગ્ર દેશમાં 1 ઓક્ટોબરથી 5 વર્ષથી ઉપરના લોકો માટે આધાર કાર્ડ મેળવવા માટે ચોક્કસ જગ્યાએ જવુ પડશે. પોસ્ટ ઓફિસ, બેંકોમાં આ કામ થશે નહિ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આને લઈને તમામ દેશના તમામ UIDAI સર્વિસ પ્રોવાઈડર, રજિસ્ટ્રાર અને સંબંધિત એજન્સીને મેમોરેન્ડમ જારી કર્યુ છે.
ડીઓઆઈટી અધિકારીઓ અનુસાર એડલ્ટ એટલે કે 18 વર્ષથી વધારે એજગ્રૂપના આધારે એનરોલમેન્ટ 100 ટકાથી વધારે થઈ ગયુ છે, જેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાં UIDAIએ મેમોરેન્ડમ જારી કર્યુ છે. દેશની સુરક્ષા જોખમાય નહીં તે માટે આ નિર્ણય લેવાની વાત કહી છે.