નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસી ઓફિસના રિજનલ સિકયોરિટી ઓફિસર વિલિયમ આયવર્ડે નવી દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ૧૪મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ છ શખસો વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો રજૂ કરી વીઝ મેળવવા માટે અરજી કર્યા બદલ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે નોંધાયેલી એફઆઇઆરની વિગતો મુજબ વડોદરા સ્થિત શ્રેયસ જોષીએ આપેલા યુએસ સ્થિત ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના સ્પોન્સર્ડ લેટર તથા વિવિધ કંપનીઓના બનાવટી એમ્પ્લોયમેન્ટ લેટરના આધારે આ છ શખ્સોએ વિઝા માટે એપ્લિકેશન કરી હતી. જે શખ્સો સામે આઇપીસીની કલમો ૪૨૦,૪૬૮,૪૭૧ અને ૧૨૦બી હેઠળ ગુનો દાખલ કરાયો છે તેમાં ૩ અમદાવાદના, એક મંબઇના, એક પંજાબના અને એક ગાંધીનગરના શખ્સનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના માત્ર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા અમેરિકાના ફેન્ડસ્ ઓફ ગુજરાતના સ્પોન્સર્ડ લેટર કબૂતરબાજીમાં સંડોવણી ધરાવતા વડોદરાના શખ્શે આપ્યા હોવાથી આ ગ્રુપનું નામ પણ વિવાદમાં આવ્યું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે યુએસ એમ્બેસીની ફરિયાદમાં શ્રેયસ જોશીએ આપેલા એમ્પ્લોયમેન્ટ લેટર બનાવટી છે એવો ઉલ્લેખ છે, પરંતુ ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ ગુજરાતના લેટર બનાવટી હોવાનો કોઇ ઉલ્લેખન નથી અને આ સ્પોન્સર લેટરના સિરિયલ નંબર પણ ફરિયાદમાં આપવામાં આવ્યા છે. આ બાબત અમેરિકાના આ ગ્રુપ સાથે શ્રેયસ જોષી સંકળાયેલો હોય શકે એવો સંકેત આપે છે.
ફરિયાદની હકીકત મુજબ વડોદરામાં સાંસ્કૃતિનગર સોસાયટી, દિવાલીપુરા ખાતે રહેતા એજન્ટ શ્રેયસ જોષીએ અમેરિકાના ન્યુજર્સી સ્થિત ગુજરાતીઓની સંસ્થા ફ્રેન્ડસ ઓફના ગુજરાત આમંત્રણ લેટર મંગાવીને તેમજ બોગસ એમ્પ્લોઇમેન્ટ લેટર કરીને શ્રવનકુમાર દિનેશભાઇ પટેલ (રહે.કૈલાશ સૌસાયટી, અમરાઇવાડી, અમદાવાદ), પાર્શવ પંકજકુમાર મહેતા (રહે.આનંજી કલ્યાનજી બ્લોક, બહેરામપુરા ચોકી, બહેરામપુરા, અમદાવાદ), અજયકુમાર ભીખાભાઇ ચૌધરી (રહે.ચૌધરી વાસ, આનંદપુરા વેડા, ગાંધીનગર.) ગગનદીપ સિંઘ (રહે.ગામ સાલાપુરા ધોના,મ્ોથનવાલા, કપુરથાલા, પંજાબ),જશદિપ સીંગ અરોરા (રહે.આર.એસ.રેજન્સી સોસાયટી, સેકટર-૨એ, નવી મંબઇ) અને દિહંગ કનુભાઇ પટેલ (રહે.તૃપ્તી એપોર્ટમેન્ટ, સ્વામીનારાયણ મંદિર પાસે, ઘાટલોડિયા) અમેરિકાના વિઝા માટે ફાઇલ પ્રાસેસ કરી હતી.
ફ્રેન્ડસ ગ્રુપ ઓફ ગુજરાત અને બોગસ એમ્પ્લોઇમેન્ટ લેટર સાથે એજન્ટ શ્રેયસ જોષી અને જીતેશ ૩ લાખ સુધીની રકમ લીધી હતી. માસ્ટર માઇન્ડ શ્રેયસ જોષીએ અમેરિકાની સંસ્થાના આમંત્રણ લેટરો સિરિયલ નંબર સાથે મંગાવીને અરજદારોના અમેરિકાના વિઝા માટે ફાઇલ મૂકી હતી. જે ડોક્યુમેન્ટની યુએસ એમ્બેસી ઓફિસના સિક્યોરિટી ઓફિસરે તપાસ કરતા એમ્પ્લોઇમેન્ટના લેટર બોગસ હોવાનં ખૂલતા તમામની પૂછપરછ કરીને નિવેદનો લીધા હતા.
નિવેદનમાં છ અરજદારોએ શ્રેયસ જોષીને રૂપિયા આપીને લેટર મેળવ્યા હોવાની કબૂલાત કરી છે. યુએસના સિકયોરિટી ઓફિસરે અરજદારોના ફોટા, તેમના પાસપોર્ટ, નિવેદનો,વિઝા માટે મુકાયેલા દસ્તાવેજો સાથે પોલીસ ફરિયાદ નાંધાવી છે.
ફ્રેન્ડસ ગ્રૂપ ઓફ ગુજરાતનો પ્રેસિડેન્ટ કિરીટ પટેલનો ભાજપ સાથે ઘરોબો
ફ્રેન્ડસ ગ્રુપ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ કિરીટ પટેલ છે. તેમની સંસ્થામાં એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રીજય પુરોહિત, પાસ્ટ ઇવેન્ટ ચેર દિપક શાહ અને કો-ફાઉન્ડર સુરેશ જાની કાર્યરત છે. કિરીટ પટેલ ગુજરાત અને દેશના ભાજપના ટોચના નેતાઓ સાથે ઘેરોબો ધરાવે છે. ગત વિધાનસભાની ચંૂટણી ૨૦૧૭માં ભાજપને વોટ આપવા ગુજરાતના નાગરિકોને અપીલ કરતો એક પત્ર પણ જારી કર્યો હતો
એજન્ટ શ્રેયસ-જીતેશ સામે ફરિયાદ નહીં ?
યુએસ એમ્બેસીએ તેની ફરિયાદમાં વીઝા માટે અરજી કરનારા તમામ આરોપીઓએ એમ્બેસીમાં રૂબરૂ મુલાકાત વખતે શ્રેયસે જ તેમને દસ્તાવેજો આપ્યા છે અને વીઝા મેળવી દેવાનું વચન આપવાની સાથે શ્રેયસનો ફોટો પણ ઓળખી બતાવ્યો હતો.
વધુમાં એમ્બેસીએ શ્રેયસનું વડોદરાનું સરનામું અને પાસપોર્ટ નંબર પણ આપ્યો હતો. છતાં પોલિસે શ્રેયસ સામે ફરિયાદ નોંધી નથી. ફ્રેન્ડસ ઓફ ગુજરાતના ભાજપ સાથેના ઘરોબાના સાપેક્ષમાં જોઇએ તો આ બાબત શંકા ઉપજાવે એવી છે.
લેટર આપ્યા પણ નોકરી કરતા નથી
શ્રેયસ જોષીએ શ્રવનકુમાર પટેલને જે.બી.એસ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, નવનિધિ કોમ્પ્લેક્સ, સુભાષ ચોક, મેમનગરમાં જનરલ મેનેજરની નોકરીનો લેટર આપ્યો હતો.પાર્શવ મહેતાને મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષ, સિટી ગોલ્ડની સામે, આશ્રમરોડ ખાતે નોકરી કરતો હોવાનો લેટર, અજય ચૌધરીને માણસા ખાતે આવેલ ભારત ફર્ટિલાઇઝર, એપીએમસી માર્કેટ યાર્ડમાં નોકરી કરતો હોવાનો લેટર ઇસ્યુ કર્યા હતો. પાશ્વ મહેતાને જીતેશ એન્ગલ ઇન્ટરનેશનલનો લેટર આપ્યો હતો.
શ્રેયસ જોષીએ કોની પાસેથી કેટલા રૂપિયા લીધા
- શ્રવનકુમાર રૂ.૩ લાખ
- અજય રૂ. ૩ લાખ
- દિહંગ રૂ.૬૫,૦૦૦
- ગગનદિપ રૂ. રૂ.૨.૭૫ લાખ
- જગદિપ સીંગ રૂ.૨.૧૫ લાખ
- પાર્શ્વ મહેતા પાસેથી જીતેશ નામના એજન્ટે ૬૨ હજાર