Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ન્યૂજર્સીમાં શાવન 354, સાવન પેલેસ, નોર્થ બ્રુનસ્વીકમાં ફ્રેન્ડ્સ ગ્રૂપ ઓફ ગુજરાતની ઓફિસ આવેલી છે અને તા. 30 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર-19 દરમિયાન ન્યૂજર્સીના કન્વેશન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં મેરા ઇન્ડિયા નામથી બિઝનેશ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઇવેન્ટ માટે 400 ગુજરાતીઓને સ્પોન્સર્ડ લેટર ઈશ્યૂ કરાયા હતા. આ લેટર સંસ્થાના પ્રમુખ કિરીટ પટેલની સહીઓથી ઈશ્યૂ કરાયા હતા. વર્ષે ૩ કે 4 ઇવેન્ટ કરીને સ્પોન્સર્સ ભારતમાંથી મેળવીને કરોડો રૂપિયા અમેરિકાની બેંકમાં જમા થઇ રહ્યા છે. ઓગસ્ટ મહિનાની ઇવેન્ટમાં સ્ટોલ અને બિઝનેશ કાઉન્ટર રાખવા માટે અંદાજે 10 કરોડ ઉઘરાવી લેવાયા છે. સ્પોન્સર્ડ લેટર ઈશ્યૂ કરવાના 11 હજારથી 20 હજાર લેવાય છે. US એમ્બેસી ઓફિસના સિક્યોરિટી ઓફિસરે નવી દિલ્હી ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ફ્રેન્ડ્સ ગ્રૂપ ઓફ ગુજરાત સંસ્થાના સ્પોન્સર્ડ લેટર અને બે એજન્ટો મારફત બોગસ એમ્પ્લોઇમેન્ટ લેટર આપીને કેવી રીતે વિઝા મેળવે છે તેની પુરાવા સાથે ફરિયાદ આપી છે. સંસ્થાનો પ્રમુખ કિરીટ પટેલ ભાજપના નેતાઓ સાથે નિકટના સંબંધો ધરાવે છે તેવું બતાવીને મોટી ઇવેન્ટના નામે કાળા ધંધા અમેરિકામાં શરુ કરી દીધા છે. 

અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોના સગા-મિત્રોને અમેરિકા જવું હોય તો તેના માટે બીજા ઇવેન્ટ સુધી અરજદારોનું લિસ્ટ તૈયાર કરીને એજન્ટો અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ભાડે ઓફીસ રાખીને સક્રિય કરી દેવાય છે. તા. 30 ઓગસ્ટની ઇવેન્ટ માટે સ્પોન્સર્સ બુકિંગ, સ્ટોલ બુકિંગ, જાહેરાતો માટે ત્રણ ઓફિસ ભાડે રખાઈ હતી. રાજકોટમાં કુબેર ક્લાસિક કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ડૉ . યાજ્ઞિક રોડ, વડોદરામાં 101, બીપીસી હાઉસ, અલકાપુરી અને અમદાવાદમાં 1106, ટાઈટેનિયમ-1 , રાજપથ ક્લબ પાસે આવેલી ઓફિસ ભાડે રખાઈ હતી. નો પ્રોફિટ નો લોસની વાતો કરતી સંસ્થાનો પ્રેસિડેન્ટ કિરીટ પટેલ ઇવેન્ટના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ અમેરિકામાં કરી રહ્યા હોવાનું અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ જ ફેસબુકમાં ઓપન પોસ્ટ કરીને કહી રહ્યા છે. છેલ્લી ઇવેન્ટ માટે તા.27.08.19ના રોજની ફ્રેન્ડ્સ ગ્રૂપ ઓફ ગુજરાતની રિસિપ્ટમાં નિકિતા ભાવિનભાઈ પટેલ પાસેથી રૂપિયા 2.50 લાખ કેસ લીધા હોવાની રિસિપ્ટ પણ છે. એક વ્યક્તિ પાસેથી 2.50 લાખ લેખે 400 વ્યક્તિઓ પાસેથી 10 કરોડ જેટલી અંદાજિત રકમ ઉઘરાવી લીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ