Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા લઇ જવા માટે ફ્રેન્ડસ ગ્રૂપ ઓફ ગુજરાત દ્વારા અરજદાર પાસેથી ૩ લાખથી 20 લાખ સુધીની રકમ લેવાતી હોવાની માહિતી મળી છે. જે અરજદાર તૈયાર થાય તેની પાસેથી 11 હજારનો ચેક અમદાવાદની બેંકમાં જમા કરાવાય છે ત્યાર બાદ રકમ અમેરિકામાં ડોનેશનના નામે ટ્રાન્સફર કરી દેવાય છે. 

આ રૂપિયા પરત મળતા નથી. વિઝાની ફાઈલ પ્રોસેસ કરવા માટે સ્પોન્સર લેટર કિરીટ પટેલની સહીવાળો ઈશ્યૂ કરવામાં આવે છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે જુદા જુદા ઇવેન્ટના પ્રોગ્રામનું આયોજન કરીને ગુજરાતીઓના પરિવારના સભ્યોને બોલાવવા માટે આખું રેકેટ ચાલી રહ્યું છે. વિઝા મળી જાય પછી 20 લાખ રૂપિયા લેવામાં આવે છે. 

જો કોઈ અરજદાર 11 હજારની રિસિપ્ટ માગે તો અમેરિકાના ન્યૂજર્સીની ડોનેશન રિસિપ્ટ આપીને ભારતમાંથી રૂપિયા અમેરિકાની બેંકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગમાં મોટો ખેલ પાડવામાં આવેલો છે. અમેરિકામાં ગુજરાતનો પ્રચાર કરવાનું કહીને ગ્રાન્ટ મેળવવામાં આવે છે. આ વર્ષે ટૂરિઝમ વિભાગે 1 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે પણ ગ્રાન્ટ અપાઈ નથી. અમેરિકામાં ફ્રેન્ડસ ગ્રૂપ ઓફ ગુજરાત નામની સંસ્થા દ્વારા મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા નામની ઇવેન્ટ પણ કરવામાં આવી હતી તેમાં 400 સ્પોન્સર લેટર ઈશ્યૂ કરાયા હતા જેના કરોડો રૂપિયા સંસ્થાએ ભેગા કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. 30 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર 2019 દરમિયાન મેગા ઇવેન્ટ યોજીને 50 હજાર આમંત્રિત, 2 હજાર VVIPને બોલાવવા લેટર ઈશ્યૂ કરાયા હતા.

એક્ઝિબિશનમાં બિઝનેશ સ્ટોલ, ખાણીપીણીનો સ્ટોલ રાખવા માટેના પેમેન્ટ ઉપરાંત 3 દિવસ હોટેલ સ્ટે અને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી કરી આપવામાં આવશે અને વિઝા ફેસિલિટી પણ કરી આપવામાં આવશે તેઓ બ્રોશર પણ છાપીને ગુજરાતીઓને મોકલી અપાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ