ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું આજે જયપુરમાં આગમન થશે. ગુરુવારે બપોરે 3:15 થી 5:15 દરમિયાન ઈમેન્યુઅલ મેક્રોન, આમેર કિલ્લાની મુલાકાત લેશે. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. જયપુરના જંતર-મંતર પર રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થશે.