ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં ગણતંત્ર દિવસની પરેડ સમયે મુખ્ય અતિથિ પદે હશે. તે પૂર્વે તેઓ ૨૫મીએ જયપુર પહોંચશે. જયાં તેઓ હવા-મહલ, જંતર-મંતર અને આમેરનો દુર્ગ પણ જોવાના છે. તે પછી જયપુરમાં જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરવાના છે.
ત્યાર પછી તેઓ દિલ્હી પહોંચશે. જયાં પ્રજાસત્તાક દિવસની પરેડ સમયે, મુખ્ય અતિથિ પદે હશે. તે પછી તે દિવસે સાંજે જ રાષ્ટ્રપતિ દ્વારા અપાનારા 'એટહોમ' ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેશે