ફ્રાંસે પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં કરેલી એર સ્ટ્રાઈકમાં 50 આતંકીનો ખાતમો બોલી ગયો છે.
ફ્રાંસ સરકારે કહ્યુ હતુ કે, શુક્રવારે માલીના સરહદી વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં બે મિરાજ લડાકુ વિમાનો અને એક હથિયારધારી ડ્રોનને ઉપયોગમાં લેવામાં આવ્યુ હતુ.ડ્રોન દ્વારા આ વિસ્તારમાં મોટર સાયકલના મોટા કાફલાને સ્પોટ કરવામાં આવ્યો હતો અને એ પછી ઓપરેશન અમલમાં મુકવામાં આવ્યુ હતુ.આતંકવાદીઓ ડ્રોનથી બચવા ઝાડ નીચે છુપાવાની કોશિશ કરી રહ્યા હતા.
પછી મિરાજ લડાકુ વિમાનો અને મિસાઈલથી સજ્જ ડ્રોનને એટેક માટે મોકલવામાં આવ્યુ હતુ.જેમણે આંતકીઓ પર મિસાઈલ્સ અને બોમ્બ વરસાવ્યા હતા.જેમાં 50 આતંકીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે.ઘણા હથિયાર પણ કબ્જે કરાયા છે અ્ને કેટલાક આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.