હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશનાં ૪ જિલ્લામાં હાડ ગાળતી ઠંડીથી પારો માઈનસની નીચે ગયો છે. બીજી તરફ કાશ્મીરનાં શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડીગ્રી સાથે ૫ ફૂટ બરફની ચાદર છવાઈ છે. ઘણા વર્ષો પછી કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. કાશ્મીરમાં શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. કાઝીગુંડમાં માઈનસ ૩, ગુલમર્ગમાં માઈનસ ૧૧.૫, પહેલગામમાં માઈનસ ૧૧.૯, જ્યારે કુપવાડામાં -૩.૧ ડીગ્રી ઠંડી રહી હતી.