અગ્રણી અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને અશોક યુનિવર્સિટીમાંથી પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામાને ભારતમાં મુક્ત વાણિ સ્વાતંત્ર્ય પર તરાપ સમાન ગણાવ્યા છે. સાથે જ તેમણે અશોક યુનિવર્સિટીના સ્થાપકોએ તેમનો આત્મા વેચી દીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વધુમાં આ વિવાદના પડઘા વિદેશમાં પણ પડયા છે. ઓક્સફર્ડ, યેલ, હાર્વર્ડના શિક્ષણશાસ્ત્રીઓ સહિત ૧૫૦થી વધુ બુદ્ધિજીવીઓએ પ્રતાપ ભાનુને સમર્થન કરતાં ખુલ્લો પત્ર લખ્યો છે અને તેમણે રાજકીય દબાણથી પ્રતાપ ભાનુંનું રાજીનામું લેવાયું હોવાનો આક્ષેપ કર્યો છે.