કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના ઉદવાડાને ખાસ ભેટ આપી છે. પ્રધાનમંત્રી સાંસદ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઉદવાડામાં ફ્રી વાઈ-વાઈ સુવિધાનો પ્રારંભ કર્યો છે. તેમણે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ મારફતે ઉદવાડાના ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી. ઉદવાડામાં ફ્રી વાઈ-ફાઈ સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.