દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની પરિષદના એક સત્રમાં પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત મુક્ત વેપાર સમજૂતી (FTA) કરવા માટે યુરોપિયન સંઘ (EU) અને UK સાથે વાટાઘાટ કરશે. જોકે તેમણે ચીનનું પ્રભૂત્વ ધરાવતા પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી (RCEP)ને લઈને કહ્યું હતું કે ભારત આગામી 6-8 મહિનામાં RCEP સભ્ય ઓસ્ટ્રેલિયા સાથે પણ વાટાઘાટ કરી શકે છે અને કેટલાક મુદ્દાને લઈ ઉકેલી શકે છે. બ્રેઝીટ (Brexit) બાદ UK સાથે પણ ભારત ટૂંક સમયમાં વાટાઘાટ શરૂ કરી શકે છે. વધુમાં ગોયલે કહ્યું કે, ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદર અંગે જણાવ્યું હતું કે દેશમાં વિદેશી કંપનીઓમાં રોકાણ માટે ઘણો ઉત્સાહ છે અને અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. આગામી સમયમાં અર્થતંત્ર સારા સંકેત પાઠવશે.