મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખની આજે જાહેરાત થવાની છે. આ પહેલાં બંને રાજ્યોમાં સત્તાપક્ષો દ્વારા જનતા માટે ઘણી લોભામણી યોજનાઓની પણ જાહેરાત કરવામાં છે. મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયા સુધી રોકડ આપવાની યોજનાનું એલાન થયું, તેમજ ટોલ ટેક્સમાં છૂટ જેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા. જોકે, આવા નિર્ણયોને ચેલેન્જ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મંગળવારે (14 ઓક્ટોબર) આ અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપવામાં આવી છે.