નાણાકીય વર્ષ 2017માં વિદેશી રોકાણકારોએ અગાઉના વર્ષ મોટા પાયે રોકાણ પાછું ખેચ્યા બાદ ભારતીય કેપિટલ માર્કેટમાં રૂ.49,000 કરોડ કરતાં સહેજ વધુ મૂડીરોકાણ ઠાલવ્યું હતું. મોટા ભાગનો રોકાણપ્રવાહ ઈક્વિટીએ આકર્ષ્યા હતો, જ્યારે બીજી બાજૂ દેવા સાધનોમાં તાજેતરના વર્ષોમાં એફપીઆઈએ મોટા પાયે રોકાણપ્રવાહ ઠાલવ્યા બાદ નોંધપાત્ર રોકાણ પાછું ખેચ્યું હતું.