ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કરીમ બેન્ઝિમાંના એક એક ગોલની મદદથી રિયલ મેડ્રિડ માલગાને ૨-૦થી હરાવી ચાર વર્ષ બાદ લા લીગામાં ચેમ્પિયન બન્યું હતું. રિયલની ટીમ છેલ્લે ૨૦૧૧-૧૨ની સિઝનમાં મેનેજર મોરિન્હોના સમયમાં લા લીગામાં ચેમ્પિયન બની હતી. લા લીગાનાં ઇતિહાસમાં રિયલની ટીમ ૩૩મી વખત ચેમ્પિયન બની હતી. લા લીગામાં ચેમ્પિયન બનવા માટે રિયલને અંતિમ લીગ મેચમાં જીત અથવા ડ્રો કરવી જરૂરી હતી. આ મેચની શરૂઆતથી જ રિયલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મેચની બીજી મિનિટે ઇસ્કોના પાસને ગોલમાં ફેરવી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ટીમને ૧-૦ની લીડ અપાવી દીધી હતી.