: ગુજરાત સરકારની સેવામાં રહેલા ટોચના ચાર આઇએએસ અધિકારી અને એક આઈપીએસ અધિકારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. પરિણામે આજે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચાર સિનિયર આઈએસ અધિકારીઓને નિવૃત્ત વિદાયમાં આપવામાં આવશે. આજે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીનો સમાવેશ થાય છે. મુકેશપુરી પાસે જીએસએફસી સરદાર સરોવર નિગમના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ છે. સરકારની ગુડબુકમાં રહેલા મુકેશ પુરીને એક્સ્ટેન્શન આપવામાં આવશે કે, વિદાય તેનું છેલ્લી ઘડીનું સસ્પેન્સ યથાવત રહ્યું છે.