અમદાવાદમાં પ્રાથમિક શાળાને લગતા ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. શાળામાં અનેક અસુવિધાઓ અને વિવિધ ગેરરીતી સહિતના કારણોસર આ શાળાઓની માન્યતા રદ કરી દેવમાં આવી છે. આ સાથે જ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યના શિક્ષણને લઇને અનેક સવાલો થઇ રહ્યા છે.