નવી મુંબઈના ઉરણ સ્થિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ગેસ પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગી. આગથી ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે. આગ લાગવાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે ઘણી મહેનત બાદ ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવી લીધો છે.
નોંધનીય છે કે, મરનારા ચાર લોકોમાં ત્રણ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાન છે. આ તમામ ઓએનજીસીની ફાયર સર્વિસમાં તહેનાત હતા. સૂત્રો મુજબ, સૌથી પહેલા ડ્રેનેજ સ્ટ્રોમમાં લીક થયું હતું. તેની સૂચના મળતાં સીઆઈએસએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે જ બ્લાસ્ટ થયો અને ત્રણ જવાનોના મોત થયા.