છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં સૌથી વધુ વરસાદ વ્યારા, માંડવી અને પલસાણામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 10 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.