પરભણીમાં દેવાના ભારને લીધે બે દિવસમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. પાથરી તાલુકાના પાથરગવાણ સ્થિત પરમેશ્વર બન્સીધર થાણે (૪૫) નામના ખેડૂતે શનિવારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બેંક કર્જ હોવાથી તે ચિંતિત રહેતો હતો તેવું જાણવા મળ્યું છે. જ્યારે મારુતિએ શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ઝેર પીને આત્મહત્યા કરી હતી. તેણે ઘરના છાપરા પર જઈ ઝેર પીધું હતું. ચાર એકર જમીન હોવાથી બેંકનું મોટું કર્જ હતું. શનિવારે કૈલાસ (૨૫) નામના ખેડૂતે ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કર્જના હપ્તાની ચિંતા હોવાથી આત્મહત્યા કરી હતી. પૂર્ણા તાલુકાના દેવગામમાં શનિવારે ઝાડથી વૈજનાથ વળસે (૪૦) ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેના પર ખાનગી અને બેંક કર્જ હોવાથી આ પગલું ભર્યું હતું.