જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. સામસામે થયેલા ગોળીબારમાં એક અિધકારી સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. પૂંચ જિલ્લામાં આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આ દુ:ખદ ઘટના ઘટી હતી. આતંકીઓ હાજર હોવાની બાતમીના આધારે વહેલી સવારે શરૂ થયેલુ આ ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું.
આતંકીઓએ અચાનક સૈન્ય પર ભારે ગોળીબાર કરી દીધો હતો. જે દરમિયાન આ જાનહાની થઇ હતી. કાશ્મીરમાં હાલમાં ટાર્ગેટ કિલિંગ વધ્યું છે જેમાં હિંદુઓ અને શીખોને નિશાન બનાવીને આતંકીઓ હુમલા કરી રહ્યા છે. ત્યારે સૈન્ય દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે જ સૈન્ય ટુકડી પૂંચના સુરણકોટે પાસેના ગામમાં તપાસ માટે પહોંચી હતી.