ગુજરાતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકોની મદદથી અલ કાયદા નામના આતંકી સંગઠન માટે યુવાનોના માઇન્ડ વોશ કરવા તેમજ આતંકી પ્રવૃતિ માટે ફંડ એકત્રિત કરવાની દેશ વિરોધી પ્રવૃતિનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો છે. જે સંદર્ભમાં એટીએસના અધિકારીઓએ ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને દેશ વિરોધી પ્રવૃતિને લગતા અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેની પુછપરછમાં અલ કાયદા માટે કામ કરતા અન્ય બાંગ્લાદેશી નાગરિકોના નામ પણ બહાર આવ્યા છે