ભારતના અંતરિક્ષ સંશોધન ક્ષેત્રના ઇતિહાસમાં મહત્વનો પુરવાર થશે. ગગનયાન પ્રોજેક્ટના અવકાશયાત્રીઓ કોણ કોણ છે અને તેમનાં નામ વગેરે વિગતો જાણવાની આખા ભારતની આતુરતા આજે પૂરી થઇ છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(વી.એસ.એસ..સી.--થુમ્બા)માં ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટના પ્રથમ ચાર અવકાશયાત્રીઓનાં નામ જાહેર કર્યાં છે.
ગગનયાનના ચારેય અવકાશયાત્રીઓ ભારતીય હવાઇ દળના ફાઇટર પાયલોટ્સ છે. ચારેય અવકાશયાત્રીઓને ભારતીય હવાઇ દળનાં વિવિધ પ્રકારનાં અને આધુનિક ટેકનોલોજીવાળાં વિમાન ઉડાડવાનો ૨,૦૦૦થી ૩,૦૦૦ કલાકનો બહોળો અનુભવ છે.
ચારેય અવકાશયાત્રીઓનાં નામ ગૂ્રપ કેપ્ટન પ્રશાન્થ બાલકૃષ્ણન નાયર, ગૂ્રપ કેપ્ટન અંગદ પ્રતાપ, ગૂ્રપ કેપ્ટન અજિત કૃષ્ણન, વિંગ કમાન્ડર સુભાંશુ શુકલા છે. વડા પ્રધાને આ ચારેય અવકાશયાત્રીઓને એસ્ટ્રોનટ વિંગ્ઝ એનાયત કરીને તેમને હાર્દિક અભિનંદન આપ્યાં હતાં. રાષ્ટ્ર ગૌરવના આ પ્રસંગે ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથ હાજર રહ્યા હતા.