સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સ્થાનિક કોર્ટે ચારેય આરોપીઓને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો માર્ગ પણ મોકળો કર્યો છે. જે ચાર આરોપીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે તેમાં કંપનીના માલિકો નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા અને હિતેષ પટેલનો સમાવેશ થાય છે. સોમવારે સ્થાનિક અદાલતે આ સંબંધે આદેશ પસાર કરતાં ઈડીને આ આરોપીઓ સામે ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ જપ્તીની કામગીરી આરંભવા માટે કોર્ટનો ફરી સંપર્ક સાધવા પણ મંજૂરી આપી હતી.