Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગત મહિને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની ફોર્ચ્યુનર ચોરી થઈ ગઈ હતી. હવે તે ફોર્ચ્યુનર કાર બનારસમાંથી મળી આવી છે. આ ફોર્ચ્યુનર 19 માર્ચે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. ડ્રાઈવરની ફરિયાદ પર પોલીસે  FIR નોંધી હતી અને ત્યારબાદ પોલીસે કારની તલાશ માટે મોટું ઓપરેશન ચલાવ્યુ હતું.
આ મામલે પોલીસે જણાવ્યું કે, બડકલના રહેવાસી શાહિદ અને શિવાંગ ત્રિપાઠીની આ SUV કારની ચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ક્રેટા કારમાં સવાર થઈને આ કાર ચોરી કરવા માટે આવ્યા હતા. બડકલ લઈ ગયા બાદ તેમણે ફોર્ચ્યુનરની નંબર પ્લેટ બદલી નાખી અને પછી અલીગઢ, લખીમપુર ખેરી, બરેલી, સીતાપુર, લખનઉ થઈને બનારસ પહોંચ્યા હતા. આરોપીઓ આ કારને નાગાલેન્ડ મોકલવાની ફિરાકમાં હતા અને આ કારને ડિમાન્ડ બાદ ચોરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ