લોકસભાની ચૂંટણી માટે મતદાનની વ્યવસ્થાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી કર્મચારીઓની સાથે જ પોલીસ કર્મચારીઓ પણ પોતાના ફરજના સ્થળથી બીજા જિલ્લા કે તાલુકાના મતદાન મથકમાં બંદોબસ્ત માટે પહોંચી ગયાં છે. ગુજરાતમાં અંદાજે 30,000 મતદાન મથકોમાં ઉભા કરવામાં આવેલાં 50,000 જેટલા બૂથ ઉપર સ્થાનિક પોલીસ ગોઠવવામાં નહીં આવે.
બૂથ અને 100 મીટર વિસ્તારમાં બહારના જિલ્લાની પોલીસ સાથે હથિયારધારી એસ.આર.પી. અથવા તો સી. આર. પી. એફ. કે અર્ધલશ્કર દળના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મતદાન મથક અને આસપાસના 100 મીટર વિસ્તારમાં કિલ્લેબંધી જેવી સ્થિતિ હશે. ખાસ સંજોગો સિવાય સ્થાનિક પોલીસને પણ એન્ટ્રી નહીં મળે.