પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્જીનું ગુરુવારે સવારે તેમના નિવાસસ્થાને બિમારી બાદ અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને શ્વાસની તકલીફથી પીડાતા હતા, જેના કારણે તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુદ્ધદેવે આજે (8 ઓગસ્ટ 2024) સવારે નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ તેમની તબિયત બગડી હતી.