ગુજરાત પોલીસમા બાહોશ અધિકારીની છબી ધરાવતા નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદનું ગઈકાલે સાંજે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. નિવૃત થયા બાદ એ.આઈ સૈયદ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જોકે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા.પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે.
ગાંધીનગર પોલીસ ભવનમાં એડી.ડીજી તરીકે નિવૃત થયેલા એ.આઈ.સૈયદની ગણના બાહોશ અધિકારી તરીકે થતી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક DCP અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં તેઓ ફરજ બજાવી ચુક્યા હતાં. એઆઇ સૈયદ વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે.