કોંગ્રેસના કાર્યકાળ દરમ્યાન કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનું હૈદ્રાબાદમાં નિધન થયું છે. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા. મીડિયા રિપોર્ટ્સના મતે શનિવાર મોડી રાત્રે તબિયત વધુ લથડતા તેમને એઆઇજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું નિધન થઇ ગયું.
જયપાલ રેડ્ડી 77 વર્ષના હતા અને યુપીએ સરકાર દરમ્યાન તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂકયા છે. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનો કાર્યભાર સંભાળ્યો હતો. 16 જાન્યુઆરી 1942ના રોજ હૈદ્રાબાદના મદગુલમાં જન્મેલા જયપાલ રેડ્ડી કોંગ્રેસના કદાવર નેતા તરીકે ચર્ચિત હતા. 2009 લોકસભા ચૂંટણીમાં તેઓ ચેવેલ્લા સીટ પરથી સાંસદ તરીકે પસંદ થયા હતા. આની પહેલાં તેઓ 1998મા પૂર્વ વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલની કેબિનેટમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહી ચૂકયા છે.