શુક્રવારે યુપી SIT દ્વારા કાયદાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના આરોપમાં BJPના નેતા ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મયાનંદને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સવારે 8.50 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી ચિન્મયાનંદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસ માટે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ પોલીસે ચિન્મયાનંદ દ્વારા નોંધાયેલા ખંડણી કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. વિદ્યાર્થીનીએ 12 પાનાની ફરિયાદ અને SITને આપેલા નિવેદનમાં ઘણી ચોંકાવનારી બાબતોનો ખુલાસો કર્યો છે. પીડિતાનું કહેવું છે કે ચિન્મયાનંદે તેને બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો.