રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા (V.V. Vaghasia) નું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. અમરેલીના શેલણા-વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વઘાસીયાનું અવસાન થયુ છે. અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીના અવસાનના સમાચાર મળતા રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. વી.વી.વઘાસીયાના અકસ્માતના સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાયુ છે.