પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની તબિયત ખરાબ થયા પછી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કાર્ડિયો થોરાસિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 2004થી 2014 સુધી 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યા છે.
છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કાર્ડિયોલોજી પ્રોફેસર ડો. નિતીશ નાઈકના દેખરેખ હેઠળ તેમને દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર તેમને હોસ્પિટલના રૂમમાં જ રાખવામાં આવ્યા છે, તેઓ આઈસીયૂમાં નથી. જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહ વર્તમાન સમયમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે.