ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતકાર ભુપેન હજારિકા અને નાનાજી દેશમુખને ગુરૂવારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, સંગીતકાર ભુપેન હજારિકા અને સમાજસેવી નાનાજી દેશમુખને મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું છે.