પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે UAE ખાતેની અમેરિકન હોસ્પિટલમાં નિધન થયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં તેમના પરિવારના સભ્યોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ ફોર-સ્ટાર જનરલ એમીલોઇડિસિસને કારણે મૃત્યુ પામ્યા હતા. અહેવાલો મુજબ, તેમને બિમારીને કારણે થોડા અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.