રાજેશ બાદલ
અટલ બિહારી વાજપેયી હવે નથી. ભારતીય લોકતંત્ર માં બિન કોન્ગ્રેસવાદ ને સૌથી પ્રખર સ્વર.સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાનો પૈકીના એક. હાર નહિ માનુંગા ની હાકલ કરતા કરતા સદી ના હસ્તાક્ષર આખરે મહાકાલ સામે હારી ગયા. અટલજી સશરીર ભલે નથી પરંતુ એક દયાળુ ,સદભાવ ,શાંતિ ના પુજારી અને માનવીય સંવેદનાઓથી ભરપુર એમનું વ્યક્તિત્વ હરહમેશ આપણી વચ્ચે રહેશે. તેઓ યુગ પુરુષ હતા અને યુગ પુરુષ ક્યારેય મરતા નથી.
પ્રશ્ન એ છે કે અટલજી ના ક્યા રૂપ ને યાદ રાખીએ ?એક સ્વતંત્રતા સેનાની કે એક સાહિત્યકાર , એક પત્રકાર કે એક વિલક્ષણ રાજનેતા , એક મહાન દેશભક્ત કે રાષ્ટ્રભાષા હિન્દી ના સેવક , સૌને સાથે લઈને ચાલનાર વડાપ્રધાન કે મુશ્કેલ માં મુશ્કેલ સમયે પણ પોતાનો રાજધર્મ ન છોડનાર સંકલ્પશીલ મહાપુરુષ , એક ઈમાનદાર ભારતીય કે પછી આ બધાથી ઉપર એક સાચો માણસ. એક વ્યક્તિમાં આટલા બધા રૂપો નો સમાવેશ આજના વિશ્વ માં એક દુર્લભ સંયોગ છે. એક લાંબાગાળા સુધી આ શૂન્ય ને ભરવું અશક્ય જેવું છે.
- સંસદમાં જ્યારે તેમણે પોતાની કારકિર્દી એક યુવાન, થોડાક શરમાળ રાજનેતા ની રીતે શરૂ કરી ત્યારે શરૂઆતમાં તો કોઈએ તેમને ગંભીરતા થી લીધા નહોતા. પરંતુ જ્યારે તેમમે એક દિવસ પં. નેહરૂની હાજરીમાં સરકારની વિદેશ નીતિ અંગે પોતાના યક્ષ પ્રશ્નો ઉઠાવ્યાં તો નેહરૂ પણ તેમના વખાણ કર્યા વગર રહી ના શક્યા. કેવો સંજોગ કહી શકાય કે જ્યારે 1977માં તેઓ વિદેશમંત્રી બન્યા ત્યારે તેમણે જોયું કે તેમની ચેમ્બરમાંથી નેહરૂની તસ્વીર જ હટાવી દેવાઇ હતી. તેમણે તે અંગે ભારે રોષ વ્યક્ત કર્યો અને સંપૂર્ણ સન્માન સાથે નેહરૂજીની તસ્વીર લગાવી હતી. એટલું જ નહીં તેમણે નેબરૂ યુગની વિદેશ નીતિનો જ સ્વીકાર કર્યો હતો. નેહરૂએ તેમની પ્રતિભાના જાહેરમાં વખાણ કર્યા હતા અને જ્યારે પાકિસ્તાને 1971માં ભારત પર યુધ્ધ થોપ્યું ત્યારે તેનો જડબાતોડ જવાબ આપવા બદલ અટલજીએ તે સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જાહેરમાં વખાણ કર્યા હતા.
તેમનું માનવું હતું કે નીતિ હંમેશા દેશની હોય છે, કોઇ વ્યક્તિ વિશેષની નહીં. આ ઉદારતા આજના નેતાઓ માટે એક બોધપાઠ છે. તેમણે ત્યારબાદ ખૂબ ઝડપથી તે સમયના ધૂરંધર મહાપુરૂષોની વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું હતું. જેમાં નેહરૂ ઉપરાંત શ્યામાપ્રસાદ મુખર્જી, રામમનોહર લોહિયા, મોરારજી દેસાઇ, કે. કામરાજ, ચૌધરી ચરણસિંહ, ફિરોજ ગાંધી, જગજીવનરામ, મધુ દંડવતે, મધુ લિમયે, સુશીલા નૈયર, વાય.બી. ચવ્હાણ જેવા નેતાઓ હતા. જ્યારે જનતા પાર્ટી વિખેરાઇ રહી હતી ત્યારે અટલજીએ મક્કમતા દર્શાવીને પક્ષને તોડનારા દિગ્ગજ નેતાઓને આડે હાથે લીધા હતા. એટલું જ નહીં એક સમય એવો પણ આવ્યો કે જ્યારે આરએસએસ જરૂર કરતાં વધારે રાજકીય દખલગીરી કરી રહ્યું છે તો તેમણે 2 ઓગસ્ટ 1979માં ઇન્ડિયન એક્સપ્રેસમાં- વી ઓર ઓલ ટુ બ્લેમ મથાળા સાથે અત્યંત તેજાબી લેખ લખ્યો. જેમાં તેમણે સાફ સાફ કહ્યું કે સંઘે સત્તા સંઘર્ષથી દૂર રહેવું જોઇએ અને સ્પષ્ટ કરવું જોઇએ તેના હિન્દુ રાષ્ટ્રનો અર્થ માત્ર ભારતીય રાષ્ટ્રથી છે. સંઘને અરિસો બતાવનારા અટલજી એક માત્ર આજદિન સુધીના એક માત્ર નેતા હતા. તે પછી ખુદ બાલાસાહેબ દેવરસને તેના પર બોલવું પડ્યું કે જો સંઘને બદલવાની જરૂર પડી તો બદલીશું. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે.
જનતા પાર્ટીની સરકારમાં વિદેશમંત્રીપદે રહીને તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાનું ભાષણ રાષ્ટ્ર ભાષા હિન્દીમાં આપ્યું તો વિશ્વભરના કરોડો હિન્દી પ્રેમીઓનું માથું ગર્વથી ઉન્નત થયું હતું. અમેરિકાથી પરત આવીને તેમણે લખ્યું-
गूँजी हिंदी विश्व में,स्वप्न हुआ साकार
राष्ट्रसंघ के मंच से हिंदी की जयजयकार
देख स्वभाषा प्रेम ,हिन्द हिंदी में बोला
भाषा का यह प्रेम विश्व अचरज से डोला
कह क़ैदी कविराय मैम की माया टूटी
भारत माता धन्य स्नेह की सरिता फूटी
વિદેશમંત્રીના રૂપમાં તેમની કામગીરી ભારતીયોના હિતોને અનુરૂપ કામ કરવા માટે યાદ કરવામાં આવશે. સને 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના પછી પ્રથમ અધિવેશનમાં, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઓર કમલ ખિલેગા...નું એલાન કરનાર અટલજી જ હતા. 1996માં ભલે તેઓ 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા પરંતુ પોતાની લાકતાંત્રિક ફરજને તેમણે યાદ રાખી. તેઓ જાણતા હતા કે તેમની સરકાર બહુમતિ સાબિત નહીં કરી શકે છતાં તેમણે રાષ્ટ્રપતિના નિર્દેશનું પાલન કરીને મંત્રીમંડળની રચના કરી હતી. તેઓ ઇચ્છતા હોત તો સંસદસભ્યોને પોતાની તરફેણમાં કરવા માટે અનુચિત રીત રસ્મો અપનાવી શક્યા હોત. પરંતુ તેમણે એવું ના કર્યું. જ્યારે તેમને પૂરા પાંચ વર્ષ માટે વડાપ્રધાન પદ પર રહીને કામ કરવાની તક મળી ત્યારે બધા પક્ષોને સાથે લઇને કઇ રીતે ચાલવું તેનો એક બેજોડ દાખલો બેસાડ્યો હતો. તેમણે પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો. લાહોર સુધી બસ લઇને ગયા. અને સદભાવના યાત્રીના રૂપમાં ભાઇચારાનો સંદેશો મૂકતા આવ્યાં. પરંતુ પાકિસ્તાને તેમના આ વિશ્વાસ પર પીછ પાછળ ખંજર ભોંક્યું અને કારગીલ યુધ્ધ શરૂ કર્યુ તો વાજપેયીએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન યુધ્ધ બંધ કરાવવા અમેરિકાની શરણે ગયું તો તેમણે કડક વલણ અપનાવ્યું હતું. એટલુ જ નહીં પોખરણમાં જે પરમાણુ પરિક્ષણની શરૂઆત ઇન્દિરા ગાંધીએ કરી હતી તેમે અટલજીએ એક શક્તિશાળી રૂપમાં તબદીલ કર્યું હતું. તેમણે આર્થિક પ્રતિબંધોની પણ ચિંતા કરી નહોતી. ઉદાર, દયાળુ અને કવિ હૃદય વડાપ્રધાનના આ સાહસિક્તાનું રૂપ જોઇને લોકોએ તે વખતે લાલબહાદુર શાસ્ત્રીને યાદ કર્યા હતા. જ્યારે ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા ત્યારે વાજપેયી સમસમીને રહી ગયા. તેમ છતાં તેમણે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. તેમના જીવનમાં આ એક મુશ્કેલભરી ક્ષણ હતી. જો કે તેમનો કાર્યકાળ પડકારોથી ભરેલો હતો. કંધાર કાંડ, સંસદ પર હુમલો, લાલ કિલ્લા પર આતંકી હુમલો અને અક્ષરધામ જેવી આતંકવાદી ઘટનાઓ તેમના જ કાર્યકાળમાં બની હતી. તે સમયે તેમણે ખૂબ જ સંયમ અને પરિપક્કવતાથી તેનો સામનો કર્યો હતો. 2014માં જ્યારે તેમને ભારત રત્નથી સન્માનિત કરાયા ત્યારે સમગ્ર દેશે એક અવાજે તેમનું અભવાદન કર્યું હતું.
હવે વાત 1991ના ચૂંટણીની. ચૂંટણી પ્રચાર પૂરબહારમાં ચાલી રહ્યો હતો તે દરમ્યાન રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. અટલજી ખૂબજ આઘાતમાં હતા. જ્યારે રાજીવ વડાપ્રધાન હતા ત્યારે એ દિવસોમાં અટલજીને કંઈક ગંભીર બિમારી લાગૂ પડી. ઓપરેશન અમેરિકામાં કરવું પડે એમ હતું. આર્થિક સંકટ પણ હતું. એક દિવસ રાજીવ અટલજીની પાસે ગયા અને કહ્યું એક સંસદીય પ્રતિનિધિમંડળ અમેરિકા જઈ રહ્યું છે. તમે તેના મુખ્ય વ્યક્તિ છો. ત્યાર બાદ રાજીવ ગાંધીએ અમેરિકામાં એમની સારવારની પૂરેપુરી વ્યવસ્થા કરી હતી. ઓપરેશન બાદ પાંચ વખત એમને અમેરિકા જવુ પડ્યું હતું. રાજીવ ગાંધીએ એની તમામ વ્યવસ્થા કરી અને કોઈને ખબર સુદ્ધા પણ થવા ન દીધી. અટલજીએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો અને તે પણ ચૂંટણીના દિવસોમાં. અટલજીએ કહ્યું રાજીવ એક સર્વોપરી માનવી હતા. શું આજે તમે રાજનીતિનાં આ દૌરમાં એવી કલ્પના કરી શકો છો.
અત્યારના કેટલાક વર્ષોમાં તેમની ઉપરાઉપરી બિમારીને કારણે તેમને રાજકારણમાંથી સન્યાંસ લેવા વિવશ કરી દીધા હતા. પરંતુ તેમની એક કવિતા કદાચ અવચેતનમાં પણ ચાલતી રહેશે.
આ કવિતા છે...
मौत से ठन गई !
जूझने का मेरा कोई इरादा न था
मोड़ पर मिलेंगे,इसका वादा न था
रास्ता रोक कर खड़ी हो गई वो
यों लगा,ज़िन्दगी से बड़ी हो गई
तू दबे पाँव,चोरी छिपे से न आ
सामने वार कर ,फिर मुझे आजमा
मौत से बेख़बर,ज़िन्दगी का सफ़र
शाम हर सुरमई,रात बंसी का स्वर
पार पाने का क़ायम मगर हौसला,
देख तूफां का तेवर,त्यौरी तन गई