પાકિસ્તાનના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી થોડો સમય થાય અને ભારતની મોદી સરકાર સામે નિવેદન કરવા માટે મેદાનમાં આવી જતો હોય છે.
એમ પણ IPLમાં પાક ક્રિકેટરોની બાદબાકીથી પણ આફ્રિદી અકળાયેલો રહેતો હોય છે.હવે આફ્રિદીએ કહ્યુ છે કે, ભારતમાં જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સિરિઝ રમવી શક્ય નથી.આફ્રિદીએ કબૂલ્યુ છે કે, પાક ક્રિકેટરો IPLને મિસ કરી રહ્યા છે.પાકિસ્તાનના યુવા ક્રિકેટરોને આ લીગમાં રમવાની તક મળી હોત તો તેમને બહુ ફાયદો થયો હોત.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યુ હતુ કે, પાક સરકાર ભારત સાથે ક્રિકેટ રમવા માટે હંમેશા તૈયાર હોય છે પણ ભારતમાં અત્યારે મોદી સરકાર છે એટલે બે દેશો વચ્ચે ક્રિકેટની આશા રાખી શકાય નહી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાક વચ્ચે છેલ્લી ટેસ્ટ સિરિઝ 13 વર્ષ પહેલા રમાઈ હતી.આ સિરિઝ ભારતે 1-0થી જીતી હતી.આ ઉપરાંત બંને ટીમો વચ્ચે સાત વર્ષથી વન ડે સિરિઝ પણ રમાઈ નથી.