મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હોમગાર્ડ વિભાગમાં કરવામાં આવેલી પોતાની બદલીને ગેરકાયદે ગણાવી છે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપ અંગે પણ CBI તપાસ કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારમાં વિસ્ફોટક ભરેલી સામગ્રી મળવાના કેસમાં ટીકા બાદ મહારાષ્ટ્ર સરકારે17 માર્ચના રોજ સિંહની બદલી કરી નાખી હતી. તેમના સ્થાને વરિષ્ઠ પોલીસ આઈપીએસ અધિકારી હેમંત નગરાલે ને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. વિસ્ફોટક ભરેલા વાહનના કેસની તપાસ હાલ NIA કરી રહી છે.