મોરવા હડફ ના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ નિધન થયું છે. તેઓને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં તેમનું નિધન થયું હતું. ભૂપેન્દ્રસિંહ ખાંટ કોંગ્રેસના બાહુબલી નેતા અને ગત સાસંદ ઉમેદવાર વેચાતભાઈ ખાંટના પુત્ર છે. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભા બેઠકથી જીત્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.