પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંતસિંહનું નિધન થયું છે. તેમના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે જસવંતસિંહ જીએ સંપૂર્ણ દેશની ભક્તિભાવથી આપણા દેશની સેવા કરી હતી.પહેલા સૈનિક તરીકે અને બાદમાં તેમના રાજકારણ સાથેના લાંબા સમયથી જોડાણ દરમિયાન.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અટલજીની સરકાર દરમિયાન તેમણે મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા અને નાણાં, સંરક્ષણ અને વિદેશી બાબતોની દુનિયામાં મજબૂત છાપ છોડી દીધી. તેમના નિધનથી દુ:ખી છું.
જણાવી દઈએ કે, 2014માં ભાજપે જસવંતસિંહને બાડમેરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ન હતી. ગુસ્સે ભરાયેલા જસવંતસિંહે પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા પણ હારી ગયા. તે જ વર્ષે તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારથી તેઓ કોમામાં હતા.