પાકિસ્તાનના પૂર્વ ગૃહ પ્રધાન અને અવામી મુસ્લિમ લીગ (AML)ના વડા શેખ રાશિદ અહેમદની ધરપકડ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે ગુરુવારે રાશિદ અહેમદની ધરપકડ કરી હતી. રાશિદ અહેમદે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.