મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગે ધરપકડ (Anil Deshmukh Arrested) કરવામાં આવી છે. EDના અધિકારીઓએ તેમની ધરપકડની જાણકારી આપી હતી. EDના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, અનિલ દેશમુખની ખંડણી અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેમને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ED પાસેથી મળેલી માહિતી મુજબ, અનિલ દેશમુખ પૂછપરછમાં સહકાર આપી રહ્યા ન હતા. અનિલ દેશમુખને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.