બેંગલુરુ (Bangaluru)માં કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા (Murder) કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે તેની પત્નીએ તેને છરી વડે હત્યા કરી છે. જોકે, પોલીસ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે. તેમનો મૃતદેહ બેંગલુરુ (Bangaluru)ના HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. ઘટના સમયે ઘરમાં ફક્ત તેમની પત્ની અને પુત્રી જ હાજર હતા, જેઓ ઘરના લિવિંગ રૂમમાં હતા. પત્નીએ જ ફોન કરીને પોલીસને આ વાતની જાણ કરી હતી.