જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનુ ગુરુવારે નિધન થઇ ગયુ છે. તેમની દિકરી શુભાષિની યાદવે આ દખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે 75 વર્ષની ઉમરમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તે થોડા દિવસોથી બિમાર હતા. શુભાષીની યાદવે ટ્વીટ કરીન લખ્યુ છે પાપા નથી રહ્યા તેમનું નિધન ગુરુવારે ફોર્સિસ હોસ્પિટલમાં થયુ છે. તેમના પરિવારમાં પત્ની અને એક દિકરી અને દીકરો છે.