જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર વિશ્વના નેતાઓ હાજર છે. શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં 20 કરતા વધારે રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારોના પ્રમુખ સહિત 100થી વધારે દેશના પ્રતિનિધિ સામેલ થઈ રહ્યા છે.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર કાર્યક્રમને ધ્યાનમાં રાખતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ મુખ્ય રસ્તાઓ અને જે.આર. ટોક્યો સ્ટેશન સિવાય તે સ્થળ પર પણ કડક નજર રાખી રહી છે જ્યાં લોકોની ભીડ એકઠી થતી હોય છે.