આઇપીએસ બેડામાં દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. વી.એમ.પારગી 1988ની બેચના આઈપીએસ અધિકારી હતા. છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તબિયત નાજુક હતી. પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગી નિધનના સમાચારથી આઇપીએસ બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે. તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અને 2019માં તેઓ નિવૃત થયા હતા.