૨૦૧૯માં લોકસભાની ચૂંટણી ચાલતી હતી એ જ વખતે યુપીના નેતા અતુલ રાય ઉપર યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. એ વખતે જ અતુલ રાયની ધરપકડ થઈ હતી. હવે તેને મદદ કરવાના આરોપમાં પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરની પણ ધરપકડ થઈ છે.
અતુલ રાય જેલમાંથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડયા હતા અને જીતી ગયા હતા. બસપાના સાંસદ ઉત્તર પ્રદેશની નૈની જેલમાં બંધ છે. પીડિતાએ અતુલ રાય ઉપરાંત કેટલાય આરોપીઓ ઉપર આક્ષેપ લગાવ્યા હતા. એમાં પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરનો પણ સમાવેશ થતો હતો. અમિતાભ ઠાકુર પર આરોપ લાગ્યો હતો કે માફિયા મુખ્તાર અંસારીના કહેવાથી બસપાના સાંસદ અતુલ રાયને બચાવવા માટે અમિતાભ ઠાકુરે ષડયંત્ર રચ્યું હતું.