ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમના અદભૂત ઓલરાઉન્ડર હતા. ભારતે જ્યારે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત હાંસલ કરી ત્યારે તેમાં દુર્રાનીની મહત્વની ભૂમિકા રહી હતી. તેણે આજે સવારે ગુજરાતના જામનગરમાં અંતિમ શ્વાસ લીધા હતા.